મોરબી : મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા આજે જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરવામાં આવનાર છે. મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા બેઘર અને કુટપાથ ઉપર રહેતા ગરીબોને બ્લેન્કેટ (ધાબળા) વિતરણ કરવાનો કાર્યક્રમ આજે તા. 1 ફેબ્રુઆરીને મંગળવારના રાત્રીના 09-45 કલાકે યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મણીબેન વનેચંદ દોશી પરિવાર હસ્તે વર્ષાબેન ભરતભાઈ દોશી તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે. તો કલબના દરેક સભ્યોએ નરેશભાઈ કડેચાના ઘરે કાયાજી પ્લોટ શેરી નં. 6, સીટી મેડીકલવાળી શેરી, મોરબી ખાતે 9-45 કલાકે ભેગા થવા પ્રમુખ ભાવેશભાઈ દોશી અને સેક્રેટરી હર્ષદભાઈ ગામી એ જણાવ્યું છે.