મોરબી : મોરબીમાં આવતીકાલે તા.15ને મંગળવારના રોજ સવારે 10 વાગ્યે કાયાજી પ્લોટ શેરી નં.6, સિટી મેડિકલ સ્ટોર પાસે પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરવામાં આવશે. આ કાળઝાળ ગરમીમાં નિઃશુલ્ક કુંડાઓ મેળવી દરેક લોકો પોતાના ઘરમાં તથા નજીકમાં લગાવે તેવી અપીલ કરવામાં આવી છે.