રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાશે મોરબી : મોરબી જિલ્લા પંચાયત દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત આવતીકાલ તારીખ 31/12ને શુક્રવારના રોજ સવારે 10:00 કલાકે મોરબી ટાઉનહોલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સમરસ સરપંચોનો સત્કાર સમારંભ તથા પીએમએવાય યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા,મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા,ઉપપ્રમુખ જાનકીબેન કૈલા,જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા વગેરે પણ હાજરી આપશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..