મોરબી : મોરબીમાં નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલની પ્રતિમા પાસે અજય લોરીયા, પાટીદાર નવરાત્રી મહોત્સવ અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આજે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે 2100 કિલો મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે 2 કલાક આતશબાજી કરી રામ મંદિરના વધામણાં કરવામાં આવ્યા હતા.