વિવિધ સંસ્થાઓ દ્વારા તુલસી વિવાહ નિમિતે દરેક ઘરમાં તુલસીનું રોપણ અને પૂજન થાય તે માટેનું સરાહનીય કાર્ય મોરબી : આદિ અનાદિ કાળથી ભારતીય પ્રાચીન પરંપરામાં તુલસીનો ખુબ જ મહિમા છે. તુલસી ગમે તેવા અસાધ્ય રોગોને પણ મટાડે છે. સાથેસાથે દરેક ઘરમાં તુલસીનું પૂજન પણ થાય છે. ત્યારે મોરબીમાં તુલસી વિવાહ નિમિત્તે લોકો તાલુસીનું ઘરમાં રોપણ કરી પૂજા અર્ચના કરી શકે તે માટે વિવિધ સંસ્થાઓએ આજે સરાહનીય કાર્ય કર્યું હતું.જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા માત્ર થોડીવારમાં જ એક હજાર જેટલા તુલસીના રોપાનું વિતરણ કરી દેવામાં આવ્યું હતું. મોરબી નેચર કલબ, મોરબી અપડેટ, વન વિભાગ-મોરબી અને ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તુલસી વિવાહ નિમિતે લોકોને વિનામૂલ્યે તુલસીના રોપા આપવા માટે શહેરના શનાળા રોડ રામચોક પાસે કે.કે.સ્ટીલ શોપની સામે સંદેશ બ્યુરો ઓફીસ નીચે આજે તુલસીના રોપા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ પણ ભારે ઉત્સાહ દેખાડ્યો હતો અને લોકોએ કતારો લગાવી તુલસીના રોપા લેવા પડાપડી કરી હતી. પરિણામે થોડીવારમાં જ એક હજાર જેટલા તુલસીના રોપાનું વિતરણ થઈ ગયું હતું. આવતીકાલે તુલસી વિવાહનું પર્વ છે. ત્યારે આજે ઘણા લોકોએ આ તુલસીના રોપાનો લાભ લઈ પોતાના ઘરના આંગણે વાવશે અને આવતીકાલે તુલસી વિવાહના દિવસે તુલસીનું પૂજન કરશે. તુલસીના રોપા વિતરણના કાર્યક્રમને સફળ બનાવવા મયુર નેચર કલબના એમ.જી. મારુતિ, અરવિંદભાઈ સોમૈયા, જીતુભાઇ ઠક્કર, મહાદેવભાઈ ઉટવાડિયા, પ્રકાશ સોનગ્રા, પ્રો. રજનીકાંત રાઠોડ, ઇન્ડિયન લાઇન્સ કલબના ભાવેશભાઈ દોશી, ઘનશ્યામભાઈ અધારા, ભવિપ્રસાદ રાવલ, હંસાબેન ઠાકર, હસુભાઈ સોરિયા, હર્ષદભાઈ પટેલ, ભારતીબેન રાચ્છ, કિશોરભાઈ પલાણ, વેન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલબેન, વિપુલ પ્રજાપતિ, કાજલબેન ચંડીભમર, મયુર પીઠડીયા, ઋત્વિક નિમાવત સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..