મોરબી નજીક સીરામીક ફેકટરીમાં બનેલી ઘટનામાં શ્રમિકનું પેટ ફુલાઈ જતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયો મોરબી : મોરબી નજીક આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિકને તેના મિત્રોએ ગુદાના ભાગે કંપ્રેશરથી હવા ભરી દીધી હોવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં મિત્રોની આ વિકૃત હરકત ભારે પડી હતી. શ્રમિકના ગુદાના ભાગે એર પંપથી હવા ભરી દેતા તેનું પેટ ફુલાઈ જવાથી તાત્કાલિક તેને સારવાર અર્થે રાજકોટ ખસેડવો પડ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીક આવેલ સીરામીક ફેકટરીમાં રહેતા અને ત્યાં જ મજૂરી કામ કરતાં મૂળ ઝારખંડના વતની અને બે મહિના પહેલા જ મોરબીમાં સ્થાપી થયેલા અબ્રાહમભાઈ કાંડેભાઈ ટૂટી (ઉ.વ.35) નામનો શ્રમિક યુવાન ગઈકાલે આ ફેકટરીમાં મજૂરી કામ કરતો હતો. તે વખતે તેની સાથે કામ કરતા અન્ય મિત્રોએ મજાક મસ્તીમાં આ શ્રમિક યુવાન સાથે વિકૃત ચેષ્ટાઓ કરી હતી. જેમાં મિત્રોએ વિકૃત હરકત કરીને આ શ્રમિક યુવાનના પાછળના ભાગે ગુદામાં કારખાનામાં રહેલા કંપ્રેશરના પાઈપથી હવા ભરી દીધી હતી. આથી શરીરમાં હવા ભરાવાથી શ્રમિક યુવાનનું પેટ ફુલાઈ જતા તે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. આ ઘટનાને પગલે તાબડતોબ શ્રમિક યુવાનને રાજકોટ સારવાર અર્થે ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..