વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ગત તા.9ના રોજ રાત્રીના સમયે વાહન લે વેચના પૈસાની લેતી દેતી મામલે આગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી બે પક્ષ વચ્ચે ધોકા,પાઇપ અને છરી વડે ખુલ્લે આમ ધીંગાણું ખેલાતા બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ છે.વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા સંજયભાઇ રાણાભાઈ ખાંડેખાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વાહન લે વેચના પૈસાની લેતી દેતીમાં ગત તા.9ના રોજ સ્વીફ્ટ અને બોલેરો કારમાં આવેલ આરોપી (૧) હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા (૨) કિશોરસિંહ ઝાલા (૩) રવિરાજસિંહ કિશોરસિંહ ઝાલા (૪) પુષ્પરાજસિંહ કિશોરસિંહ ઝાલા (૫) શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા તથા (૬) મહેન્દ્રસિંહ સહદેવસિંહ ઝાલા રહે ૧ થી ૪ વાંકાનેર ભાટીયા સોસાયટી તથા ૫ અને ૬ વઘાસીયા તા.વાંકાનેર વાળાઓએ મારામારી કરી છરી વડે ઇજા પહોંચાડી સ્વીફ્ટ કારની ઠોકર મારતા હરેશભાઇ, રોહિતભાઇ, રમેશભાઇ તથા વિરને ઇજાઓ પહોંચાડી હતી.સામાપક્ષે શીવરાજસિહ સહદેવસિહ ઝાલા, રહે વધાસીયા વાળાએ આરોપી (૧) સંજયભાઇ રાણાભાઇ ખાંડેખા (૨) બળદેવભાઇ રાણાભાઇ ખાંડેખા (૩) હરેશભાઇ રાણાભાઇ ખાંડેખા (૪) અંકુર રાજગોર (૫) શીવાજી રાજગોર (૬) રાહુલ રાજગોર (૭) રોહિત ખેંગારભાઇ રાજગોર તથા (૮) રમેશ ધિરૂભાઇ રાજગોર રહે તમામ વાંકાનેર ભાટીયા સોસાયટી વાળા વિરુદ્ધ વાહનના પૈસા બાબતે થયેલા ઝઘડામાં ફરીયાદીની સ્વિફ્ટ કારના આગળ પાછળના બન્ને કાચ ઉપર ધોકા તથા પાઇપ વડે આડેધડ ઘા કરી ગાળો આપી મંડળી રચી હથીયાર ધારણ કરી સ્વિફ્ટ કારને નુકશાન પહોંચાડયું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.