પાંચ આરોપીઓએ માતા પિતા અને પુત્ર સહિતનાઓને માર મારતા ફરિયાદમોરબી : મોરબી શહેરના ખાટકીવાસ વિસ્તારમાં એક જ ફળિયામાં રહેતા બે ભાઈઓના પરિવારજનો વચ્ચે ડેલી બંધ કરવા મુદ્દે અવાર નવાર ઝઘડાઓ થતા હોય તે બાબતનો ખાર રાખી મોટા બાપુ તેમજ પરિવારજનોએ નાના ભાઈના પરિવારજનો પર હુમલો કરી યુવકને પાઈપના ઘા ઝીકી અન્ય સાહેદોને પણ માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાટકીવાસમાં રહેતા નવાઝ ઇકબાકભાઈ ચૌહાણે આરોપી એવા તેમના મોટાબાપુ દાઉદભાઈ કાસમભાઈ ચૌહાણ, શાહરુખ દાઉદભાઈ ચૌહાણ, ફાતિમાબેન દાઉદભાઈ ચૌહાણ, ઇરમ દાઉદભાઈ ચૌહાણ અને શબ્બીર અબ્બાસભાઈ તરકબાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી અને આરોપીઓ એક જ ફળિયામાં રહેતા હોવાથી ડેલી બંધ કરવા બાબતે અગાઉ અનેક વખત બોલાચાલી થતી હોય જેનો ખાર રાખી ગત તા.7ના રોજ રાત્રીના સમયે આરોપીઓએ ઝઘડો કરી ફરિયાદીના માતા, પિતા અને ભાઈ સાથે ઝઘડો કરી લોખંડના પાઇપ વડે તેમજ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.