બન્ને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવીટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામે પાણીજા ટાંકા સામે રહેતા બે પરિવારો વચ્ચે દીવાલ બનાવવા બાબતે ચાલતા જુના ઝઘડામાં ગઈકાલે બપોર બાદ બન્ને પરિવાર વચ્ચે તકરાર થયા બાદ ઝપાઝપી બાદ મૂંઢ માર મારવકા આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવતા ટંકારા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા ભાવનાબેન મહેશભાઈ ચાવડાએ આરોપી સોનલબેન આંબાભાઈ ચાવડા, શાંતાબેન આંબાભાઈ ચાવડા અને મુકેશભાઈ આંબાભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે,ફરિયાદીના ઘરના ફળિયામાં કરેલી દીવાલ બાબતે જુના ઝઘડાનો ખાર રાખી આરોપીઓએ ઝપાઝપી કરી પગમાં મૂંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામાપક્ષે શાંતાબેન આંબાભાઈ ચાવડાએ આરોપી ભાવનાબેન મહેશભાઈ ચાવડા, લક્ષ્મણભાઈ કારાભાઈ ચાવડા, દર્શનાબેન લક્ષ્મણભાઇ ચાવડા અને પ્રીતિબેન લક્ષ્મણભાઇ ચાવડા વિરુદ્ધ દીવાલ બાબતના જુના ઝઘડાનો ખાર રાખી ઝપાઝપી કરી બધાને ઉપાડી લેવાની તેમજ પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.