કુલ 9908 કેસો ધ્યાને લેવાયા :રૂ. 14.33 કરોડનું સેટલમેન્ટ મોરબી : મોરબી જિલ્લામાં લોક અદાલતમાં 9908 કેસો ધ્યાને લેવામાં આવ્યા હતા. જેમાંથી 3275 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ કેસોમાં રૂ. 14.33 કરોડનું સેટલમેન્ટ કરવામાં આવ્યાનું જાહેર કરાયુ છે. લોક અદાલતમાં કુલ 9,908 કેસ રાખવામા આવેલ હતા. તેમાંથી લોક અદાલતમાં કુલ 3275 કેસનો નિકાલ થયેલ છે. પ્રી- લિટીગેશનના કેસ, પ્રોહિબિશન કેસો, જમીન - મિલકતના કેસ, ચેક રીટર્નના કેસ, ફેમિલી તકરારના કેસ, વાહન અકસ્માતના કેસ તેમજ ટ્રાફીકને લગતા ઈ - ચલણના કેસો રાખવામા આવેલ હતા. આ વેળાએ રૂ.14,33,83,126/-નું સેટલમેન્ટ કરવામા આવેલ છે.