ગેંગરેપના ગુનામાં જેલ રહેલા કાચા કામના કેદીએ લાઈવ કર્યાના મેસેજ સાથે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થતા જેલ તંત્ર દોડતું થયુંhttps://youtube.com/shorts/TyeitVQvpLQમોરબી : મોરબી સબ જેલમાંથી એક કેદી ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ થયો હોવાના મેસેજ સાથે એક વિડીયો હલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના પગલે જેલ તંત્ર દ્વારા આ ગંભીર ઘટના તપાસ શરૂ કરાઇ હોવાનું જવાબદાર અધિકારીએ જણાવ્યું છે. મોરબી સબ જેલમાં આરોપીઓને સુવિધા આપવા બાબતે અનેક વખત વિવાદમાં આવી છે.હાલ એક વિડિયો સાથે મોરબી જેલની અંદરથી એક કેદીએ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું હોવાનો મેસેજ વાયરલ થયો છે. જેમાં કેદીનું નામ બાબુ દેવા કનારા હોવાનું અને જેલમાંથી તેને rajveer_ahir_kanara નામના ઈન્સ્ટાગ્રામ આઇડીમાંથી લાઈવ કર્યું હોવાનું જણાવાયું છે. આ કેદી ગેંગ રેપના કેસમાં જેલમાં બંધ છે. આરોપી બાબુ કનારા વિરૂદ્ધ જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને હૈદ્રાબાદમાં પણ લૂંટનો ગુનો નોંધાયો છે. આગાઉ આરોપી બાબુ દેવા કનારા ભુજ, પોરબંદર સહિતની જેલમાં પણ રહી ચૂક્યો છે. છેલ્લા છ માસથી તેને જેલ બદલી થઈ મોરબી સબ જેલમાં રાખવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. આ મામલે જેલ અધિક્ષક એચ.એ.બાબરીયાએ જણાવ્યું કે આ બાબતે માહિતી મળી છે. તપાસ ચાલુ છે. જેલરને તાત્કાલિક તપાસ કરવા કહેવામા આવ્યુ છે. સાંજ સુધીમાં જવાબી કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું કે બાબુ દેવા કનારા નામનો એક કેદી મોરબી જેલમાં છે.ઉલ્લેખનીય છે કે મોરબી સબ જેલ થોડા દિવસ પહેલા પણ વિવાદમાં આવી ચૂકી છે. ફરી બીજી વાર ગંભીર ગુનાના આરોપી દ્વારા લાઈવ કરતા હોય તેવો વિડિયો વાયરલ થતા ચર્ચાઓએ જોર પકડ્યું છે.