મોરબી : ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો આવતા ગુજરાત સરકારે મોટી લોકોને મોટી રાહત આપી છે. કોરોનાને લઈને મુકાયેલા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. લગ્ન, સામાજીક, ધાર્મિક અને રાજકીય સમારંભમાં ભેગા થવા પર કોઈ જ મર્યાદા રાખવામાં આવી નથી.નવુ જાહેરનામુ 31 માર્ચ સુધી અમલી રહેશે. જાહરનામાંમાં જણાવાયું છે કે જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત છે. કામના સ્થળોએ અને પરિવહન દરમિયાન માસ્ક પહેરવાનું રહેશે. વ્યક્તિઓએ જાહેર સ્થળોએ અને કામના સ્થળોએ પર્યાપ્ત અંતર જાળવવું પડશે. સાર્વજનિક સ્થળોએ થૂંકવા પર પ્રવર્તમાન કાયદા મુજબ દંડની સાથે શિક્ષાને પાત્ર થશે. હાથ ધોવા અથવા સેનિટાઈઝર માટે જોગવાઈઓ ચાલુ રહેશે.