મોરબી: મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર (મોરબી) દ્વારા આગામી તારીખ 8/1/2023 ને રવિવારે સવારે 9:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આરડીસી બેંકના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, સનાળા રોડ, મોરબી ખાતે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરવામાં આવશે. નેચરલ વસ્તુઓ જેવી કે હરડે પાવડર, ગૌમૂત્ર અર્ક, દેશી ગોળ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી વગેરે વસ્તુઓનું રાહત દરે વેચાણ કરવામાં આવશે. આ અંગે મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કર જણાવે છે કે આ વેચાણ કેન્દ્રનો સૌ લાભ લે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી સૌએ ઘરેથી કાપડની થેલી સાથે લાવવાની રહેશે.