મોરબી : મોરબીમાં મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા તા.13 મીએ રવિવારે પ્રાકૃતિક વસ્તુઓનું રાહતદરે વેચાણ કરવામાં આવનાર છે. મોરબીમાં મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્રનાં સહયોગથી નેચરલ વસ્તુઓનું રાહત દરે વેચાણ નીલકંઠ સ્કૂલ પાસે, એવન્યુ પાર્ક પાસે, રવાપર રોડ ખાતે આગામી તારીખ 13-06-2021ને રવિવારે સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી કરવામાં આવશે. વેચાણ માટે હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, રાગીના લોટના ભૂંગળા, સોરઠ ઓર્ગેનિક ફાર્મની હળદર, અગરબત્તી, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, કાળી માટીના વાસણો જેવા કે તાવડી, પાટિયા, ફુલઝાડ માટેનાં કુંડા ઉપરાંત આંબળાની મીઠી કેન્ડી, બાજરીના લોટના ખાખરા અને સરગવાનાં પાનના થેપલા, અથાણાં વગેરે પણ મળશે. કોરોના મહામારીનાં પગલે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનાં પાલન સાથે સૌને લાભ લેવા અનુરોધ છે, તેમ વિતરણ વ્યવસ્થાનાં સંયોજક જીતેન્દ્ર ઠક્કરની યાદીમાં જણાવાયુ છે.