મયુર નેચર કલબ અને હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા અનેકવિધ આઇટમો ઉપલબ્ધ બનાવશે મોરબી : મોરબીમાં મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નીલકંઠ સ્કૂલ પાસે, એવન્યુ પાર્ક પાસે, રવાપર રોડ ખાતે તા.14ને રવિવારે સવારે 9 થી બપોરના 1 વાગ્યાં સુધી નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરવામાં આવનાર છે. જેમાં હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, રાગીના લોટના ભૂંગળા, સોરઠ ઓર્ગેનિક ફાર્મની હળદર, અગરબત્તી,દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, કાળી માટીના વાસણો જેવા કે તાવડી, પાટિયા ફુલઝાડ માટેનાં કુંડા વગેરે. આ ઉપરાંત આંબળાની મીઠી કેન્ડી, બાજરીના લોટના ખાખરા અને સરગવાનાં પાનના થેપલા, અથાણાં વગેરે પણ મળશે. આ વિતરણ વ્યવસ્થાનાં સંયોજક જીતેન્દ્ર ઠક્કરની યાદી જણાવે છે કે કોરોના મહામારીનાં પગલે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં પાલન સાથે સૌને લાભ લેવા અનુરોધ છે.