ઘટનાને કલાક વીતવા છતાં જવાબદાર તંત્ર ડોકાયું નહિ, ફાયર અને પોલીસ પણ બાદમાં પહોંચીમોરબી : મોરબીમાં નવી બનતી મેડિકલ કોલેજની મહાકાય છત તૂટી પડયા બાદ કલાકોનો સમય વીતવા છતાં પણ જવાબદાર તંત્ર પહોંચ્યું ન હતું, સાથે જ ફાયર બ્રિગેડે અને પોલીસ પણ મોડી પહોંચતા ગંભીર દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી શરૂ થઈ શક્યું ન હતું. બીજી તરફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર તો ક્યાંય ચિત્રમાં જ ન હોવાનું સામે આવ્યું છે અને હજુ પણ કાટમાળમાં ફસાયેલ મજૂરોને બહાર કાઢવા ખાનગી ગેસ કટર ધંધાર્થીઓની મદદ લેવાઈ રહી છે.મોરબી - રાજકોટ રોડ ઉપર શનાળા નજીક નવી બની રહેલી મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે નવેક વાગ્યાના અરસામાં છત તૂટી પડતા ત્રણ મજૂરો ઇજાગ્રસ્ત બનતા એકને સરકારી હોસ્પિટલમાં અને બીજા બે શ્રર્મિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાની દોઢેક કલાક બાદ પણ છતના કાટમાળમાં ફસાયેલા શ્રમિકને બહાર કાઢવા આજુબાજુમાંથી ગેસ કટરના ધંધાર્થી તેમજ કારખાનમાંથી બોલવાયેલ ગેસ કટરના કારીગરો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.બીજી બાજુ મોરબીમાં આટલી મોટી દુર્ઘટના સર્જાવા છતાં કલેકટર તંત્ર ઘટનાસ્થળે ડોકાયું ન હતું ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ ખરી આપદા વેળાએ જ ક્યાંય જોવા ન મળતા મોરબી આવી ઘટના વખતે લાચાર અને બેબસ હોવાનું ફરી એક વખત સાબિત બન્યું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.દરમીયાન કરોડો રૂપિયાના સરકારી પ્રોજેકટમાં દુર્ઘટના વખતે એક પણ ઉચ્ચ અધિકારી કે કોન્ટ્રાકટર જોવા મળ્યા ન હોવાનો કોંગ્રેસ અગ્રણી મનોજ પનારાએ આક્ષેપ કરી અકસ્માત સમયે સેવાભાવી લોકોએ ગેસ કટર સહિતની વ્યવસ્થા ગોઠવી શ્રર્મિકોના જીવ બચાવવા પ્રયાસો કર્યા હોવાનું જણાવી સરકારી તંત્રને આડેહાથ લીધું હતું.