ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા પ્રભુનગર ખાતે રહેતા મનો દિવ્યાંગ જુગનુંભાઈ દિનેશભાઇ ગજેરા ઉ.26 નામના યુવકનું ગત તા.19ના રોજ સવારના સમયે મિતાણા - નેકનામ રોડ પર શીતળા માતાજીના મંદિર પાસે આવેલ કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું.નોંધનીય છે કે, મનો દિવ્યાંગ જુગનુભાઈ સ્વચ્છતાના આગ્રહી હોય કોઈપણ જગ્યાએ પડેલ નકામો કચરો એકઠો કરી ડસ્ટબીનમાં નાખવાની ટેવ વાળા હોય તા.19ના રોજ અવાવરું કૂવામાં કચરો નાખવા જતા પગ લપસી જવાથી કુવામા પડી જતા મૃત્યુ થયું હોવાનું તેમના પિતા દિનેશભાઇ ગજેરાએ જણાવ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.