મોરબી: મોરબી તાલુકાના રવાપર ખાતે વિકલાંગતા નિદાન તથા સાધન સહાય કેમ્પનું આયોજન આગામી તારીખ 15 માર્ચના રોજ કરવામાં આવ્યું છે. ભારત સરકાર પુરસ્કૃત શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ- પાટણ સંચાલિત તથા મોરબીના દાતાના સહયોગથી મોરબી જિલ્લાના દિવ્યાંગો માટે નિદાન તથા સાધન સહાય કેમ્પનું આયોજન મોરબીના રવાપર ગામે ઉમા હોલ ખાતે 15 માર્ચ ને બુધવારના રોજ સવારે 10 થી 4 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં અસ્થિવિષયક દિવ્યાંગ વ્યકિતનું નિદાન કર્યા બાદ જરુરીયાતમંદોને ટ્રાયસિકલ, વ્હીલ ચેર, જયપુરી ફુટ, બગલ ઘોડી, વોકર સ્ટીક વગેરે સાધનો વિના મુલ્યે આપવામા આવશે. મોરબી જિલ્લાના દિવ્યાંગોએ જરુરી ડોકયુમેન્ટ સાથે રાખી કેમ્પનો લાભ લેવા માટે નિલેશભાઇ કાલરીયાા, હિરેનભાઇ ભટાસણા, અરવિંદભાઇ વાસદડીયા દ્વારા વિનંતી સહ આમંત્રણ પાઠવાયું છે. તમામ કેમ્પના લાભાર્થી માટે ભોજનની વ્યવસ્થા કેમ્પના સ્થળે રાખવામાં આવી છે.