મોરબી : મોરબીના કંડલા બાયપાસ રોડ પર દલવાડી સર્કલની બાજુમાં આવેલા મશાલવાડી ખાતે ભૂગર્ભ ગટરની લાઈન તૂટી ગઈ હોવાથી રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા છે. આ અંગે રહીશોએ મોરબી મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, મશાલવાડી વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટરની લાઈન તૂટી ગઈ હોવાથી ગટરનું પાણી બહાર આવી રહ્યું છે અને રસ્તા પર ભરાયેલું રહે છે. આ અંગે 3 વખત ફરિયાદ લખાવી હતી જેથી ગટર સાફ કરવાનું મશીન લઈને આવે છે પરંતુ તૂટી ગટેલી લાઈન રિપેર કરતાં નથી. જેથી સ્થાનિક લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ગટરના ગંદા પાણી રસ્તા પર ભરાયેલા રહેતા હોવાથી ગંદકી પણ થઈ રહી છે અને બીમારી ફેલાવાનો પણ ભય ઉભો થયો છે. તેથી તાત્કાલિક ભૂગર્ભ ગટર રિપેર કરવામાં આવે તેવી માગ કરાઈ છે.