ભૂગર્ભ ગટરની યોગ્ય સફાઈની દરેક રજુઆતને તંત્રએ ડુચો વાળી દેતા સ્થાનિક રહીશો પર આરોગ્યનું જોખમ મોરબી : મોરબીના મહેન્દ્રપરા પાસે ભૂગર્ભ ગટર ચોકઅપ થવાથી ગટર અને વરસાદી પાણીનો ભરાવો થવાની કાયમી સમસ્યાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. ભૂગર્ભ ગટરની યોગ્ય સફાઈની દરેક રજુઆતને તંત્રએ ડુચો વાળી દેતા ગંદકીથી સ્થાનિક રહીશો આરોગ્ય રામભરોસે થઈ ગયું છે. મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ પંચાસર રોડના ખૂણાથી કપિલા હનુમાનજી ચોક વાવડી રોડના ખૂણા સુધીમાં ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જતા ગટરના પાણી અને વરસાદી પાણીનો ભરાવો થાય છે. દર ચોમાસામાં ભૂગર્ભ ગટરમાં પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણીથી આખો વિસ્તાર તરબોળ થઈ જાય છે. તેમજ વારંવાર ગટર ઉભરાયા કરતી હોય ગંદકીથી રોગચાળાનું જોખમ રહે છે. આ કાયમી સમસ્યા છે. નગરપાલિકા તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા આ સમસ્યા ઠેરની ઠેર જ રહી છે. આથી સ્થાનિક રહીશોએ આ કાયમી સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે.