મોરબી : મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે દિનેશભાઈ હુંબલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ગત તારીખ 27 ઓગસ્ટના રોજ રાણેકપરના નિલકંઠ મહાદેવ મંદિરે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સાધારણ સભાનું આયોજન ઘનશ્યામભાઈ દેથરીયાના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે દિનેશભાઈ હુંબલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સાથે જ પ્રમુખના હોદ્દાની સત્તાની રૂએ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે પ્રફુલભાઈ નાયકપરાની વરણી કરાઈ હતી. ત્યારે પ્રમુખ અને મહામંત્રીને ચોતરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે.