ટંકારા : 17 વર્ષ સુધી પાયાના કાર્યકર તરીકે કામ કરી ચુકેલા ધુનડાના પૂર્વ સરપંચ દિનેશભાઈ ગોવિંદભાઈ ગડારાની ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.ટંકારા તાલુકા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ દિનેશભાઈ ગડારાએ ટંકારા તાલુકાના સંગઠનની મોટી જવાબદારી સોંપવા બદલ ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ પ્રમુખ કિરીટભાઈ અંદરપા સહિતની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે કિરીટભાઈ અંદરપાએ સૌના સાથ સૌના વિકાસના સૂત્રને આગળ ધપાવવા દિનેશભાઈ ગડારાને શુભેચ્છા પાઠવી હતી. સરપંચ એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ લિખિયાએ પણ દિનેશભાઈને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત ચોમેરથી દિનેશભાઈ ગડારાના મો.નં. 9825548376 પર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.