ઉપપ્રમુખ પદે પ્રકાશ વ્યાસ ચૂંટાયામોરબી : મોરબીમાં બાર એસોસિએશનની ટર્મ પુરી થતા આજે નવા હોદેદારોની વરણી કરવા માટે લોકશાહી ઢબે બાર એસોસિએશનનો રસાકસીભર્યો ચૂંટણી જંગ યોજાયો હતો. આ ચૂંટણીમાં ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણિયા વિજય બની મોરબી બાર એસોસિએશનના પ્રમુખ બન્યા છે.મોરબી બાર એસોસિએશનના નવા પ્રમુખ સહિતના હોદેદારો માટે આજે સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દિવસભર ચાલેલી મોરબી બાર એસોસિએશનની ચૂંટણીનું સાંજે સ્પષ્ટ પરિણામ જાહેર કરાયું હતું. જેમાં પ્રમુખ પદના હરીફો દેવજીભાઈ પરમારને 14 મત, પ્રાણલાલ માનસેતાને 59 મત, જીતુભા જાડેજાને 171 મત અને દિલીપભાઈ અગેચણિયા 212 મત મળતાં દિલીપ અગેચણિયા પ્રમુખ પદે વિજય જાહેર કરાયા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી તરીકે ઉદયસિંહ જડેજા અને સેક્રેટરી તરીકે વિજયભાઈ શેરસિયા તેમજ કોરોબારી સભ્યો તરીકે કરમશીભાઈ પરમાર, સાગરભાઈ પટેલ અને બ્રિજરાજસિંહ ઝાલાને વિજેતા ઘોષિત થયા હતા.