મોરબી: કેન્દ્ર સરકારના ‘ટીબી મુક્ત ભારત અભિયાન 2.0’ ને વેગ આપવા અને છેવાડાના ગામડાઓ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે મોરબી તાલુકાના પાનેલી ગામે ખાસ એક્સ-રે સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે યોજાયેલા આ કેમ્પમાં કુલ 157 જેટલા જરૂરિયાતમંદોનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું હતું.નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ સઘન સ્ક્રીનીંગમોરબી જિલ્લા ટીબી અધિકારી ડો. ધનસુખ અજાણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ, લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. રાધિકા વડાવિયા તથા સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ દ્વારા આ આખું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગામના અતિ સંવેદનશીલ ગ્રુપના લોકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.આધુનિક ટેકનોલોજીનો ઉપયોગઆ કેમ્પમાં અત્યાધુનિક હેન્ડ હેલ્ડ (MMU) પોર્ટેબલ ડિજિટલ મશીન દ્વારા લાભાર્થીઓને ઘરઆંગણે જ તપાસની સુવિધા મળી હતી. સુપરવાઈઝર દીપકભાઈ પટેલ દ્વારા આધુનિક સાધનોની મદદથી સચોટ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.કોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું?આ કેમ્પમાં ટીબી થવાની શક્યતા વધુ હોય તેવા સંવેદનશીલ જૂથોને પ્રાધાન્ય અપાયું હતું, જેમાં: • 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો. • ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ. • જૂના ટીબીના દર્દીઓ અને તેમના પરિવારજનો. • લાંબા સમયથી ધૂમ્રપાન કે આલ્કોહોલનું સેવન કરતા લોકો. • જેમનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) 18.5 થી ઓછો હોય તેવા વ્યક્તિઓ.આરોગ્ય ટીમની જહેમતઆ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાનેલી આયુષ્યમાન આરોગ્ય મંદિરના કર્મચારી દિલીપ દલસાણીયા, ખુશ્બુબેન પટેલ તેમજ તમામ આશા વર્કર બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કુલ 157 લોકોના એક્સ-રે પાડી તેમને ટીબી સામે સુરક્ષિત કરવાના પ્રયાસો કરાયા હતા.