રૂપિયા દોઢ કરોડની કરચોરી ઝડપાઇમોરબી : મોરબીના શનાળા અને અદેપર રોડ ઉપર આવેલ બે અલગ અલગ ફેકટરીમાં ડિજીજીઆઈ દ્વારા દરોડા પાડી દોઢ કરોડની કરચોરી ઝડપી લેવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.સંદેશ દૈનિકના અહેવાલમાં જણાવ્યા મુજબ મોરબીના શનાળા રોડ અને અદેપર રોડ ઉપર આવેલ એક ફ્લશ મટીરીયલ બનાવતી ફેકટરી તેમજ એક પુઠાના બોક્સ બનાવતી ફેકટરીમાંથી ડિજીજીઆઈ દ્વારા દરોડા પાડી રૂપિયા દોઢ કરોડની કરચોરી ઝડપી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ બન્ને ફેકટરીઓમાં જીએસટી દ્વારા ક્યારેય કાર્યવાહી કરવામાં આવી ન હોય ખરીદ અને વેચાણના બીલો ચકાસી આ કરચોરી પકડી પાડવામાં આવી હતી. વધુમાં હાલમાં ડિજીજીઆઈ દ્વારા બોગસ ઇ- વે બિલ મામલે પણ ઊંડાણ પૂર્વક તપાસ ચાલુ હોય ગમે ત્યારે કડાકા ભડાકા થવાના નિર્દેશ મળી રહ્યા છે.