હળવદ : હળવદ તાલુકાના દિઘડિયા ગામ ખાતે તા. 1-2-2025 થી તા. 3-2-2025 દરમ્યાન ૐ દિનેશ્વર મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં શાસ્ત્રીજી પદે શાસ્ત્રી રવિશંકરભાઈ શુક્લ (કોંઢ) બિરાજશે. આ મહોત્સવમાં તા. 1 ફેબ્રુઆરીને શનિવારના રોજ સવારે 9 થી સાંજના 5 કલાક દરમ્યાન મંગલ પ્રભાતે દેહ શુદ્ધિ, પ્રાયશ્ચિ વિધિ, શ્રી ગણેશ પૂજન, સહ પરિવાર સ્થાપિત દેવ પૂજન, ગ્રહ યજ્ઞ તથા દેવ પરિવાર મંડપમાં પ્રવેશ વિધિ પૂજનવિધિ તેમજ સાંજે 6 કલાકે ધાન્યા દિવસ સાંજનું પ્રદોષ પૂજન આરતી, તા. 2 ફેબ્રુઆરીને રવિવારના રોજ સ્થાપિત દેવપૂજન, જળયાત્રા મહા અભિષેક, સ્નપન વિધિ, નગરયાત્રા, શિવ સહસ્ત્ર હોમ, પ્રદોષ પૂજન આરતી, તા. 3 ફેબ્રુઆરીને સોમવારના રોજ સ્થાપિત દેવપૂજન, વાસ્તુ પૂજન, દેવ પરિવાર પ્રાણપ્રતિષ્ઠા ન્યાસવિધિ, દેવ પરિવાર પૂજન વિધિ, 12:39 કલાકે પ્રાણપ્રતિષ્ઠા, પૂજનવિધિ, મહાઆરતી, સ્થાપિત દેવોનું બલીપ્રદાન તેમજ પુર્ણાહુતી બાદમાં રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.