ડીઝલ મોંઘુ થતા હવે તસ્કરો કિંમતી ડીઝલ ચોરીના રવાડે ચડ્યા હળવદ : હાલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતીંગ વધારો થઈ રહ્યો છે ત્યારે હવે તસ્કરો કીમતી ડિઝલની ચોરી તરફ વળ્યા હોય તેમ હળવદમાં ગત રાત્રીના એકસાથે સાત ટ્રકની ટાકીના તાળા તોડી ડિઝલની ચોરી કરી ગયા હોવાનું સામે આવતા પોલીસના નાઇટ પેટ્રોલીંગ પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. હળવદમાં દિવસ ઉગેને શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હોવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ હળવદ પોલીસ સ્ટેશનના એકદમ નજીક આવેલ સુભ-લાભ કોમ્પલેક્ષ પાસે બન્યો છે. અહીં પડેલ સાત જેટલી ટ્રકમાં રૂપિયા દોઢેક લાખથી વધુના ડિઝલની ચોરી થયાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ માળીયા હાઈવે પર આવેલ ભારત પેટ્રોલ પંપની બાજુના શુભ-લાભ કોમ્પ્લેક્ષ પાસે ગતરાત્રીના ટ્રક માલિકો ટ્રકમાં ડીઝલ પુરાવી ટ્રકો મૂકીને ઘરે ગયા હતા. તે અરસામાં રાત્રિના દોઢેક વાગ્યે અજાણી ટ્રક લઈ આવેલા ત્રણથી વધુ શખ્સોએ ટ્રકની ડિઝલ ટાંકીના તાળા તોડી ડીઝલ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. હાલ તમામ ટ્રક માલિકો હળવદ પોલીસ મથકે રજૂઆત કરવા માટે ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના મુખ્ય રસ્તાઓ પર કોઈપણ વ્યક્તિ માસ્ક પહેરર્યા વગર ન નીકળે અને જો નીકળે તો તેની પાસે દંડ વસૂલવામાં સુરી હળવદ પોલીસ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાછલા પંદરેક દિવસથી ચોરીના બનાવો વધી રહ્યા છે. છતાં તે તસ્કરોને પકડવામાં પોલીસના હાથ કેમ ટૂંકા પડી રહ્યા છે એ પણ એક મોટો સવાલ છે? - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..