હિન્દૂ-મુસ્લિમ બંને શૈલીને ધ્યાનમાં રાખીને કરાઈ છે 'ગેટ વૅ ઓફ ઇન્ડિયા'ની સ્થાપના ઐતિહાસિક ઇમારત 'ગેટ વૅ ઓફ ઇન્ડિયા' પેરિસમાં આવેલા આર્ક ડી ટ્રાયમ્ફની પ્રતિકૃતિ વર્ષ 1911માં આજની તારીખે ઇંગ્લેન્ડના રાજા પંચમ જ્યોર્જ અને રાણી ક્વિન મેરીના ભારતની મુલાકાતે મુંબઈના બંદરે ઉતર્યા, તેના માનમાં મુંબઈમાં 'ગેટ વૅ ઓફ ઇન્ડિયા' નામનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. એ વખતે જ ભારતમાં અંગ્રેજ સલ્તનતની રાજધાની કોલકાતાથી બદલીને દિલ્હીમાં લઈ જવામાં આવી હતી. મુંબઈ સ્વપ્નનું શહેર છે. જ્યાં ફેશન અને આકર્ષક જીવનશૈલી છે. બોલીવુડના પ્રસિદ્ધ સિને કલાકારોના ઘર રૂપે મુંબઈ ઓળખાય છે. સીધા શબ્દમાં કહીએ તો સામાન્ય લોકો માટે મુંબઈનું સ્વપ્ન અમેરિકાના સ્વપ્ન સમાન છે. મુંબઈ દેશના બાકી હિસ્સાથી રોડ, રેલવે, સમુદ્ર અને હવાના માધ્યમે સારી રીતે જોડાયેલ છે. મુંબઇ મહારાષ્ટ્રની રાજધાની શહેર છે. લોકો આને ‘ડ્રીમ સીટી ઓફ ઇન્ડિયા’ ના નામે પણ જાણે છે. અહીં જોવાલાયલ અનેક નાના મોટા સ્થળો છે. પણ ગેટવે ઓફ ઇન્ડિયા પણ રોચક છે. 2 ડિસેમ્બર, 1911ના રોજ ભારતમાં ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમ અને રાણી મેરીના આગમન થયું હતું. આ પ્રવેશદ્વારનું નિર્માણ તેમની યાદમાં કરવામાં આવ્યું હતું. જો કે તેઓ તો ગેટ વે ઇન્ડિયાનું કાર્ડબોર્ડનું મોડલ જ નિહાળી શક્યા હતા. તા. 31, માર્ચ 1913ના રોજ બામ્બેના ગવર્નર સર જ્યોર્જ સિડનીહેમ દ્વારા તેની આધારશીલા મૂકવામાં આવી. આર્કિટેક્ટ જ્યોર્જ વિટેટે તૈયાર કરેલી, તેની ડિઝાઇનની મંજૂરી તા. 31 માર્ચ, 1914ના રોજ મળી. તા. 4 ડિસેમ્બર, 1924ના રોજ બ્રિટિશ વાઇસરોય દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 'ગેટવે ઓફ ઇન્ડિયા'ની ખાસિયતો ગેટવે ઓફ ઇન્ડિયા ભારતનું મુખ્ય શહેર મુંબઇના દક્ષિણમાં બીચ પર સ્થિત છે. આનો પ્રવેશદ્વાર બેસાલ્ટથી બનેલો છે, જેની ઊંચાઇ 26 મીટર છે. તેના નિર્માણ માટે પીળા રંગના આરસના પથ્થર અને રિઇન્ફોર્સ કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઇમારતનો ગુંબજ તૈયાર કરવાનું ખર્ચ 1924માં રૂ. 21 લાખ થયું. ગેટ વે ઓફ ઇન્ડિયાનો ડોમ 48 ફૂટના ડાયામીટરનો છે. તે ગ્રાઉન્ડથી 83 ફૂટ ઊંચે છે. તેની અંદર વિશાળ હોલ છે, જેમાં એક સાથે આશરે 600 લોકો ઊભા રહી શકે છે. સ્થાપત્ય કલા મુજબ આને હિન્દૂ અને મુસ્લિમ બંને પ્રકારને ઘ્યાનમાં રાખીને બ્રિટિશ આર્કિટેક્ટ જ્યોર્જ વિટેટે ડીઝાઇન કર્યું હતું. ભારતીય સાર્સેનિક શૈલીમાં બનેલી આ ઇમારતમાં ગુજરાતી વાસ્તુકલાની શૈલીની પણ પ્રભાવ છે. અને પેરિસમાં આવેલા આર્ક ડી ટ્રાયમ્ફની તે પ્રતિકૃતિ છે. ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈની તાજ હોટેલની બરાબર સામે છે. આ ભારતનું એક ઐતિહાસિક સ્મારક છે. આ પ્રવેશદ્વારની પાસે સમુદ્ર ભ્રમણ હેતુ માટે નૌકાવિહાર ઉપલબ્ધ છે. અંગ્રેજોના સમયમાં ગેટવે ઓફ ઇન્ડિયાનો ઉપયોગ પશ્ચિમ (વેસ્ટ)માંથી આવતા મહેમાનો માટે આગમન માટે થતો હતો. ગેટવે ઓફ ઇન્ડિયાનું નિર્માણ એપોલો બંદર પર કરાવવામાં આવ્યું હતું. જે મેળ-મેળાપનું એક લોકપ્રિય સ્થાન ગણાય છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..