કેમ્પમાં ડો. હસ્તીબેન મહેતાએ દર્દીઓને તપાસી જરૂરી દવાઓ આપી મોરબી : મોરબીના એક્યુટોપ સિરામિકના ઉદ્યોગપતિ ચંદ્રકાંતભાઈ ઋગનાથભાઈ આદ્રોજાએ કારખાનાના મજૂર પરિવારો માટે એક દિવસીય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કર્યું હતું.જેમાં ડૉ.હસ્તીબેન મહેતા દ્વારા દર્દીઓને તપાસી ૩ દિવસની દવા આપવામાં આવી હતી. ત્યારે ચંદ્રકાંતભાઈ ઋગનાથભાઈ આદ્રોજાએ કેમ્પ માટે રૂ.૧૫૦૦૦નું દાન આપ્યું હતું. મોરબીના એક્યુટોપ સિરામિકના ઉદ્યોગપતિ ચંદ્રકાંતભાઈ ઋગનાથભાઈ આદરોજાએ કારખાનાના મજૂર પરિવારો માટે એક દિવસીય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં દાતાઓએ સહકાર આપ્યો હતો. જેમાં ડૉ.હસ્તીબેન મહેતા દ્વારા મજૂર પરિવારોની તપાસ કરવામાં આવી હતી. ડૉ.હસ્તીબેને આશરે 90 જેટલા દર્દીઓની તપાસ કરી 3 દિવસની દવા આપી હતી. દર્દીઓનું બ્લડ સુગર ટેસ્ટ અને બીપી ચેક અપ પણ કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં કૌશિકાબેન રાવલ દ્વારા દરેક દર્દીઓનું વજન કરી કેસ કાઢી આપવામાં આવ્યા હતા.તેમજ રશ્મિન દેસાઈએ દરેક દર્દીઓને દવા આપી કેમ્પમાં મદદરૂપ બન્યા હતા. ડો.હસ્તીબેન દ્વારા દર્દીઓને રૂ.5 લેખે દવા આપવામાં આવતી હોવાથી તેના માટે ચંદ્રકાન્તભાઈ ઋગનાથભાઈ આદ્રોજાએ રૂ.11000 અને કેમ્પ યોજવા માટે રૂ.4000 એમ કુલ રૂ.15000નું રોકડ દાન આપ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે દીપાબેન ચંદ્રકાંતભાઈ તથા ચંદ્રકાંતભાઈ આદ્રોજાએ જહેમત ઉઠાવી હતી.