વડીલોને ટીબી, લેપ્રસી, બીપી, ડાયાબીટીસ જેવા રોગો અંગે માહિતગાર કરાયા મોરબી : ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં ટીબી રોગ નિર્મૂલન કરવાનું નિયત કરેલ છે. આ હેતુને સિદ્ધ કરવા માટે એક્ટિવ કેસ સર્વેના ભાગરૂપે મોરબી વૃદ્ધાશ્રમ ખાતે નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં વડીલોને વિવિધ બીમારીઓ અંગે જાગૃત કરાયા હતા. કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમ શોભેશ્વર રોડ, કુબેર સિનેમા પાસે, મોરબી ખાતે જીલ્લા ક્ષય કેન્દ્ર તેમજ સિવિલ હોસ્પિટલ મોરબીના સંયુક્ત ઉપક્રમે ટી.બી., લેપ્રસી, ડાયાબિટીસ, બીપી જેવા રોગ વિષે વૃદ્ધોને માહિતી આપવામાં આપી જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતું તથા શંકાસ્પદ વ્યક્તિના સ્પોટ સ્પુટમ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 39 જેટલા વડીલોએ આ કાર્યક્રમનો લાભ લીઘેલ હતો. આ કાર્યક્રમમાં જીલ્લા ક્ષય કેન્દ્રના મેડિકલ ઓફીસર ડો. જી. એલ. કાલરીયા, ટીબી પ્રોગ્રામ કો. ઓર્ડીનેટર પિયુષભાઈ જોષી, TB હેલ્થ વીઝીટર નિખીલભાઈ ગોસાઈ, કલ્પેશ ભાઇ પાટડિયા, લેપ્રસી સૂપરવાઇઝર ધર્મેન્દ્રભાઈ વાઢેર, સિવિલ હોસ્પિટલ એનસીડી સેલ મોરબીમાંથી NCD મેડીકલ ઓફિસર ડો. હિતેષભાઈ ભદ્રા, કાઉન્સેલર હિતેષભાઈ પોપટાની હાજર રહેલ હતા. આ કાર્યક્રમને સાર્થક બનાવવા વૃદ્ધાશ્રમના સંચાલક તથા તમામ સ્ટાફએ ભારે જહેમત ઉઠાવી હતી.