મોરબી : મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાના મંદિરમાં આગામી તા. 9 જાન્યુઆરીના રોજ સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિર તેમજ આગામી તા. 27 ફેબ્રુઆરીના રોજ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાના મંદિર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિર આગામી તા. 9 જાન્યુઆરીને રવિવાર સવારે 9થી 12 વાગ્યા દરમિયાન ધક્કાવાળી મેલડી માતાના મંદિરના પ્રાંગણમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. કેમ્પ દરમ્યાન નિષ્ણાત ડોકટરો દ્વારા વિનામૂલ્યે નિદાન તથા દવા આપવામાં આવશે. જેમાં હાડકાના દુ:ખાવા તથા તકલીફ, આંખની તપાસ, નાક-કાન ગળાના રોગોની તપાસ, હૃદય-પેટ તથા કિડનીને લગતી બીમારીઓની તપાસ, બાળ રોગની તપાસ, ચામડીને લગતા રોગની તપાસ કરવામાં આવશે. એક ડૉક્ટરને બતાવવાના દસ રૂપિયા લેખે ટોકન ચાર્જ રાખવામાં આવેલ છે. વધુમાં, આ દિવસે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ છે. રક્તદાન માટે નામ અગાઉથી નોંધાવવું જરૂરી છે. નિદાન કેમ્પ અને રક્તદાનનો લાભ લેવા નામ લખાવવા માટે ધક્કાવાળી મેલડી માતાના મંદિરના દવાખાનામાં સાંજે 4થી 6 સોમવારથી શનિવાર દરમિયાન નામ નોંધાવાનું રહેશે. આ ઉપરાંત, મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાના મંદિર દ્વારા પાંચમાં સમુહલગ્નનું આયોજન આગામી તા. 27ને રવિવારે કરેલ છે. સમુહલગ્નના ફોર્મ મંદિરેથી મળી શકશે. સમુહલગ્નમાં માં અથવા પિતા ગુમાવેલ દિકરીને પ્રથમ પસંદ કરવામાં આવશે. સમુહ લગ્નનો તમામ ખર્ચ ધક્કાવાળી મેલડી માતાના મંદિર તરફથી છે. એટલે કોઈએ સમુહલગ્ન માટે દાન આપવાનું રહેશે નહિ. વધુ વિગત માટે ઘનુભા જાડેજાનો મો.નં. 97262 28202 પર સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..