મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આગામી તારીખ 16 જુલાઈ ને રવિવારના રોજ મોરબીમાં વિનામૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ અને માર્ગદર્શન કેમ્પ યોજાશે. આવતીકાલે 16 જુલાઈ ને રવિવારના રોજ મોરબીના રવાપર રોડ પર આવેલા નરસંગ ટેકરી મંદિર સામે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ડાયાબિટીસના દર્દીઓ માટે વિનામૂલ્યે ચેકઅપ અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં નિષ્ણાત તબીબો દ્વારા ડાયાબિટીસના દર્દીઓને તપાસીને જરૂરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. તો આ કેમ્પમાં વધુ ને વધુ દર્દીઓ લાભ લે તેવી પ્રમુખ લા. પિયુષભાઈ સાણજા, સેક્રેટરી લા. વિપુલભાઈ આદ્રોજા, ઝોન ચેરમેન લા. ડો. પ્રેયસ પંડ્યા, પ્રોજેક્ટ ચેરમેન લા. ડો. જયેશ પટેલ અને લા. તુષાર દફ્તરી દ્વારા અપીલ કરાઈ છે.