વાંકાનેર : મોડેલ સ્કૂલ વાંકાનેર ખાતે આજરોજ તા. 20-8-2025ના રોજ શાળામાં વિદ્યાર્થીઓ ખાંડના સેવનનું પ્રમાણ ઘટાડે તે માટે જાગૃતિ સેમિનાર તજજ્ઞ વક્તા ડો. અનિલભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને સુગરનાં વધુ પડતા સેવનથી થતા ગેરલાભ અને શુગરનું સેવન શા માટે ન કરવું ? તે બાબતે અને ડાયાબિટીસ રોગ વિશે અને ડાયાબિટીસ થયા બાદ શું તકેદારી રાખવી ? તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.