લાયન્સ ક્લબ તથા વોર્ડ નંબર 5ના અગ્રણીઓ દ્વારા આયોજન મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ અને વોર્ડ નંબર 5ના અગ્રણીઓ દ્વારા ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. કોરોના કાળને ધ્યાનમાં રાખીને ગત તા. 19ના રોજ મોરબીમાં ગ્રીન ચોક ખાતે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ અને વોર્ડ નંબર 5ના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 150 લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પનું ઉદઘાટન લાયન્સ ક્લબના પ્રમુખ પ્રેયસ પંડ્યા તેમજ ડૉ. જયેશ પટેલ તથા વોર્ડ નં. 5ના સદસ્યો સીતાબા જાડેજા, દર્શનાબેન ભટ્ટ, કેતનભાઈ રાણપરા, કમલભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબની ટીમ તથા વોર્ડ નંબર 5ના સદસ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..