એલસીબી ટીમે બાતમીને આધારે નવા વઘાસિયા ગામના શખ્સને દબોચી લીધો મોરબી : મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખી લુખ્ખાગીરી કરવાનો શોખ ફુલ્યો ફાલ્યો છે ત્યારે આજે એલસીબી ટીમે વાંકાનેરના ઢુંવા નજીકથી આધુનિક મેગજીન વાળી પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે ઓવરબ્રીજ પાસેથી બાતમીને આધારે ચરણરાજસિંહ ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા ઝાલા રે.નવા વાઘસિયા તા. વાંકાનેર, જિલ્લો. મોરબી વાળાને ગેરકાયદેસર મેગ્જીન વાળી પિસ્તોલ કિ. રૂ.૧૦,૦૦૦ સાથે આરોપીને ઝડપી લેવામાં મોરબી એલ.સી.બી. ટીમને સફળતા મળી છે. વધુમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી.વ્યાસે જણાવ્યું હતું કે આગામી રથયાત્રાના તહેવારની સુરક્ષાને ધ્યાને લઇ ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બીના પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણાને મળેલ હકિકત આધારે વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે, ભવાની હોટલ સામે, ઓવરબ્રીજ પાસેથી આરોપીને ઝડપી લીધો હતો અને આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.