મોરબી : સમસ્ત ધૂનડા (સ.) ગામ તેમજ ન્યુ ખોડિયાર રામમંડળ દ્વારા તા. 23-10-2025 ને ગુરુવારના રોજ રામદેવપીરની ધર્મધજા (નેજો), તથા ઈંડુ ચડાવવાનું અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 22-10-2025 ને રાત્રે 9:30 કલાકે સંતવાણીનું આયોજન કરેલ છે. જેમાં ભજનિક રામદાસ ગોંડલીયા દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે. તા. 23ને ગુરુવારના રોજ શુભ ચોઘડિયે નેજા ઉત્સવ તથા ઈંડુ મુહૂર્ત, સવારે 10 કલાકે રામજી મહારાજનો હવન તથા બપોરે 11:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ધર્મકાર્યમાં ભક્તજનોને બહોળા સમુદાય સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.