વાંકાનેર : વાંકાનેરના કુંભાર પરા ખાતે દર શનિવારે શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરે ધૂન ભજનનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા દોઢ વર્ષથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે 1 નવેમ્બર ને શનિવારે પણ ધૂન ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોથી માંડીને મોટા વડીલ સુધીના બધાએ ભાગ લીધો હતો. આજના આ યુગમાં માણસોને ભક્તિ તરફ વાળવાનો એક ઉત્તમ પ્રયાસ શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરે કરવામાં આવે છે. ત્યારે દર શનિવારે આ ધૂન ભજનમાં વાંકાનેરની જનતાને લાભ લેવા જણાવાયું છે.