ભુલકાંઓથી માંડીને મોટેરાઓ આ પર્વને મન ભરીને માણે છેમોરબી : સખી ગમતો ગુલાલ આજ સામો મળ્યો, ને મારે હૈયે રચાઇ રંગોળી.મારગમાં રંગ રંગુ ટહૂકા ખર્યા, ને મેં તો જાણ્યું કે આવી ગઈ હોળી.- તુષાર શુક્લરંગોત્સવ ધુળેટીનું પર્વ...દિલ અને દિમાગને તાજા રાખનારી ધુળેટી, સૌ કોઈ માટે આનંદ ઉલ્લાસનું પર્વ બની રહે છે. હોળી ધુળેટીના પર્વમાં નાના ભુલકાઓથી માંડીને મોટેરાઓ આ પર્વને મન ભરીને માણે છે. વસંત ઋતુના આગમનની સાથે સાથે ફાગણની ફોરમ ખીલતા રંગોત્સવનો આ તહેવાર દરેકના જીવનમાં અવનવા રંગ ભરી દે છે. તેમાંય ખાસ કરીને ધુળેટીનું પર્વ નાના ભુલકાઓથી માંડીને યુવાઓમાં એક અનેરો આનંદ અને ઉમંગ લઈને આવે છે.આજે દેશમાંભરમાં ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. હિંદુ કેલેન્ડર મુજબ, હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તિથિએ અને પછી ધુળેટી વદ પક્ષની એકમની તિથિએ ઉજવવામાં આવે છે. હોળીએ રંગો અને ઉત્સાહનો તહેવાર છે. ધુળેટીના તહેવારથી જીવનમાં આનંદના રંગ છલકાય જાય છે. તમામ પ્રકારના મન-દુ:ખ ભૂલી લોકો એકાબીજાને રંગે રમાડે છે. મંદિરોમાં પણ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.દેશભરમાં હોળીની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભારતના દરેક રાજ્યમાં હોળીની ઉજવણી પરંપરાગત રીતે થાય છે. દેશમાં હોળી દરેક ઉંમરના અને દરેક વર્ગના લોકો આંનદ અને ઉત્સાહથી મનાવે છે. રંગીન ગુલાલ, પાણીથી ભરેલી પિચકારી, અલગ-અલગ પ્રકારના વ્યજંનો આ તહેવારના ઉત્સાહને બેવડો કરે છે. શાસ્ત્રોમાં ધૂળેટી રમતા પહેલા પોતાના ઈષ્ટદેવને ગુલાલ ચઢાવવાની પરંપરા છે.એવું માનવામાં આવે છે, ભગવાન શ્રી કૃષ્ણએ તેમની માતાને ફરીયાદ કરી હતી કે રાધા ગોરી છે એટલે સખાઓ તેમને હંમેશા શ્યામ રંગના હોવાથી પજવે છે. બાળકોની આ નાદાની જોઈને માતા યશોદાએ કૃષ્ણને ઉપાય બતાવ્યો કે તે રાધાને રંગથી રંગી દે. માતાની વાત સાંભાળી કૃષ્ણએ રાધાને રંગથી રંગી નાખી. બસ આ જ કારણે ફાગ અથવા તો ધૂળેટીનો ઉત્સવ મનાવવામાં આવે છે. હોળીના તહેવારને ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડવામાં આવે છે. આ જ કારણે મથુરા, વૃંદાવન અને તેની આજુબાજુના વિસ્તારમાં હોળીની કંઇક અલગ જ રોનક હોય છે.કેવા રે રંગ તમે છાંટ્યા કે આમ, મારી અંદર ને બ્હાર બધે કાનજી;પગલામાં, કેડીમાં, ઝાડુમાં, ઝાકળમાં, સંભળાયે એક જ બસ નામ જી;ભીતર છવાઈ જાય, લૂંટી લે પાઈ પાઈ, મોભે ચડાવે પછી માનથી.મને હોળી ખેલાવે રે કાનજી....– મધુમતી મહેતા