છેલ્લી બે ટર્મથી બિનહરીફ રીતે ચૂંટાતા ગાયત્રીદેવી ધ્રુવકુમારસિંહજી જાડેજાને ફરી સરપંચનું સુકાન સોંપાયું ટંકારા : ટંકારા તાલુકાના ધ્રુવનગર (રાજાવડ) ગામમાં આઝાદીથી આજદિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી જ યોજાઈ નથી.ગામના આગેવાનો અને સમસ્ત ગ્રામજનો હળીમળીને દેશ આઝાદ થયો ત્યારથી જ ગામના સુકાનીઓની બિનહરીફ બરણી કરે છે અને આ ગ્રામ પંચાયતને સમરસ કરવાની પરંપરા જાળવી રાખીને ગામના આગેવાનો તેમજ સમસ્ત ગ્રામજનોએ આ વખતે પણ ટંકારાની ધ્રુવનગર (રાજાવડ) ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરી છે. ટંકારા તાલુકાનું એક એવું ગામ જ્યાં આઝાદીથી માંડીને અત્યાર સુધીમાં ગ્રામ પંચાયતની એકપણ ચૂંટણી થઈ નથી. આ અનોખું ગામ એટલે ટંકારા તાલુકાનું ધ્રુવનગર (રાજાવડ) ગામ. આ ગામમાં આજે પણ ગ્રામ પંચાયતની બોડીની બિનહરીફ વરણી કરવામાં આવે છે.જેમાં આ વખતની ગ્રામ પંચાયત ચૂંટણીમાં ટંકારાની ધ્રુવનગર (રાજાવડ) ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવી છે. છેલ્લી બે ટર્મથી બિનહરીફ રીતે ચૂંટાતા ગાયત્રીદેવી ધ્રુવકુમારસિંહજી જાડેજાને ફરી સરપંચનું સુકાન સોંપાયું છે. તેમની આગેવાની હેઠળ સભ્યો તરીકે દેવકરણભાઈ ભટાસણા, લખમણભાઈ બાલાસરા, નાજાભાઈ રાણા, મંજુલાબેન ભટાસણા, ભાવનાબેન કાવર, ગીતાબેન બાલાસરા, પ્રવીણાબેન રામાવતની વરણી કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..