મોરબી અપડેટ : ધ્રુવકુમાર ભુપતભાઈ જારિયાને તાજેતરમાં મિશન નવ ભારત (મિશન ન્યૂ ઇન્ડિયા) માં ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા, અવિરત સમર્પણ અને કુશળ નેતૃત્વ ક્ષમતાને ધ્યાનમાં રાખીને પ્રદેશ કક્ષાએ તેઓની પુન: વરણી કરવામાં આવી છે.ધ્રુવકુમાર જારિયાની આ નિમણૂકથી મિશન નવ ભારતનું ગુજરાત પ્રદેશનું માળખું આગામી દિવસોમાં વધુ મજબૂત અને સક્રિય બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ મહામંત્રી જેવી અત્યંત મહત્વની જવાબદારી મળવા બદલ ધ્રુવકુમાર જારિયા પર તેમના સમર્થકો, શુભેચ્છકો અને સંગઠનના હોદ્દેદારો દ્વારા હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.#Morbi #MorbiNews #MorbiUpdate #MissionNavBharat #MissionNewIndia #GujaratPradesh #NewAppointment #Congratulations