મોરબી: શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધાંગધ્રા દ્વારા આગામી 1 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી દરમિયાન યોજાનાર જનમંગલ મહોત્સવના ઉપક્રમે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર નજીક આવેલ માનગઢ ગામે આમંત્રણ રથયાત્રા પહોંચી હતી. ગુરુ રામકૃષ્ણદાસ સ્વામીના નેતૃત્વ હેઠળ ગુરુકુળનો રથ માનગઢ ગામના ગલીએ ગલીએ ફેરવીને રામજી મંદિર ચોક ખાતે રાત્રિ સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં સંતોએ ગામજનોને જનમંગલ મહોત્સવનું હાર્દિક આમંત્રણ આપ્યું હતું. સભામાં ભજનપ્રસાદ સ્વામી અને માધવપ્રિય સ્વામીએ મહોત્સવની વિગતવાર માહિતી આપી હતી, જ્યારે ભજનપ્રસાદ સ્વામીએ મધુર કીર્તનો ગાયા હતા. માનગઢના સૌ હરિભક્તો અને ગામજનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને આમંત્રણનો સારો પ્રતિસાદ આપ્યો હતો. આ રથયાત્રા માનગઢ ઉપરાંત નવા દેવડીયા, ગોકુળીયા, ચરાવડા, ઈશ્વર નગર, સૂર્યનગર તેમજ માનસર ખાતે પણ નીકળી હતી.