સુરતની જાણીતી જય કષ્ટભંજન ગૌ સેવા ધૂન મંડળ ધુન-ભજનની રમઝટ બોલાવશે'મોરબી : આજે તારીખ 16 નવેમ્બર ને શનિવારે રાત્રે 9 કલાકે મોરબીના રવાપર સ્થિત પ્રમુખ રેસિડેન્સી, મુન હિલ્સ-એ ખાતે ધૂન, ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતની જાણીતી જય કષ્ટભંજન ગૌ સેવા ધૂન મંડળની ટીમ ધૂન-ભજનની રમઝટ બોલાવશે.સ્વ. પરેશભાઈ પ્રભુભાઈ લિખીયા, સ્વ. રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, સ્વ. કરશનભાઈ ભગવાનજીભાઈ ભાડજા અને સ્વ. પ્રાણજીવનભાઈ રતીલાલભાઈ ઠોરીયાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સ્વર્ગસ્થ આત્માના મોક્ષાર્થે સીતારામ ગ્રુપ દ્વારા મુન હીલ્સ-એ ખાતે કડતાલના તાલે ધૂન, ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.