ઉપસરપંચ તરીકે ધર્મિષ્ઠાબેન ઢેઢી બિનહરીફ ચૂંટાયા ટંકારા : ટંકારા તાલુકાના લખપતિ લખધીરગઢ ગ્રામ પંચાયતનો ચાર્જ આજરોજ સરપંચ મગનભાઈ વિઠલાપરાએ સંભાળ્યો છે.તો સાથે ઉપસરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા ધર્મિષ્ઠાબેન ઢેઢીએ પદભાર સંભાળ્યો છે. સરપંચ મગનભાઈ વિઠલાપરા જેઓ અગાઉ પંચાયતના કર્મચારી હતા અને પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. જેઓને ઓબીસીની સીટમાં ગામ સમરસ જાહેર કરી સરપંચ બનાવવામાં આવ્યા છે. તેઓએ આજે સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.તો ઉપસરપંચ તરીકે ધર્મિષ્ઠાબેન સુભાષભાઈ ઢેઢી પણ બિનહરીફ ચુંટાઈ આવ્યા હોય જેઓએ પણ જ્યારથી ગામ પંચાયત અમલમાં આવી ત્યારથી ચૂંટણી યોજાઈ નથી એ પરંપરાને આગળ ધપાવી છે.