મોરબી : મોરબીના ધરમપુર ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં સતત ત્રીજી વખત સરપંચ પદે ધરમશીભાઈ અંબારામભાઈ માકાસણા વિજેતા થયા છે. ધરમશીભાઈ માકાસણાએ સરપંચ પદે હેટ્રીક મારી છે. જેને લઈને ગ્રામજનો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતગણતરી કેન્દ્ર પર ઉમેદવાર અને સભ્યોને હાર પહેરાવીને વધાવી લેવામાં આવ્યા હતા અને લોકોએ જીતની ઉજવણી કરી હતી.વિજય બાદ ધરમશીભાઈ માકાસણાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, ગામમાં સતત વિકાસના કામો કર્યા હોવાથી મને ગામ લોકોએ સતત ત્રીજી વખત જીતાડ્યો છે. આગામી દિવસોમાં સરકાર તરફથી ગ્રાન્ટ આવશે તેમાંથી ગામમાં વિકાસના કામો હાથ ધરાશે