મોરબીના લક્ષ્મીનગરમાં પાડોશમાં રહેતા શખ્સે જ્યુપિટરની ડેકીમાંથી 99 હજારની ચોરી કરતા પોલીસ ફરિયાદ મોરબી : મોરબીના લક્ષ્મીનગર રોટરીનગર ગામે રહેતા અને સીરામીક રો-મટિરિયલનો ધંધો કરતા આધેડે પોતાના જ્યુપિટર મોટર સાયકલમાં પાડોશમાં રહેતા શખ્સને લિફ્ટ આપી નાણાંની ઉઘરાણી કરવા ગયા બાદ ડેકીમાં રાખેલા રૂપિયા 99 હજારની રકમ પાડોશી ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લક્ષ્મીનગર રોટરીનગર ગામે રહેતા અને સીરામીક રો-મટિરિયલનો ધંધો કરતા ઈશ્વરભાઈ દેવાભાઇ ભંખોડીયા ગત તા.26ના રોજ પોતાનું જ્યુપિટર મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે આરોપી અજય નરશીભાઈ ભંખોડીયાએ સાથે આવવા માટે લિફ્ટ માંગી હતી જે બાદ ઈશ્વરભાઈ આરોપી અજયને લઈ ઉઘરાણી કરવા ગયા હતા જ્યાંથી રૂપિયા 99000 પોતાના જ્યુપિટર બાઈકની ડેકીમાં રાખી દઈ પરત ઘરમાં જતા પાછળથી આરોપી અજય નરશીભાઈ ભંખોડીયાએ ડેકીમાંથી રૂપિયા ચોરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.