મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આજે તા. 18ના રોજ મોરબી શહેરના જે વિસ્તારમાં પોઝિટિવ કેસ આવ્યો હોય ત્યાં 6 જેટલા ધન્વંતરિ રથ ફેરવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ મોરબી શહેરના વિઠ્ઠલનગર, પુનિતનગર, પંચવટી (નવયુગ સ્કૂલ પાસે), સમગ્ર કાલિકા પ્લોટ વિસ્તાર, અવની ચોકડી, ઉમિયા સર્કલ, પારેખ શેરી, દરબાર ગઢ, નહેરુ ગેઇટ, ઘાંચી શેરી, મહેન્દ્રપરા, માધાપર, લક્ષ્મીનારાયણ સોસાયટી તથા કાંતિનગર વિસ્તારમાં ફરશે.