દેવીપુર ફીડર હેઠળ આવતા પાંચ ગામો હજુ પણ અંધારિયા યુગમાં : સમલીના ઉપસરપંચે ચરડવા પીજીવીસીએલમાં રજુઆત કરી હળવદ : હળવદ તાલુકાને સતત અન્યાય કરી રહેલ વીજ તંત્ર દ્વારા જ્યોતિગ્રામ યોજનામાં સમાવીષ્ઠ ગામોને પણ પૂરતો વીજ પુરવઠો ન આપતા ચરડવા વીજ કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના દેવીપુર જેજીવાય એટલે કે જ્યોતિગ્રામ યોજના હેઠળ આવતા ગોકુળિયા, સમલી, ચરાડવા, દેવીપુર અને વાંકીયા ગામને પૂરતો વીજ પુરવઠો ન મળવાની સાથે ગમે ત્યારે વીજળી ગુલ થઈ જતી હોય ગ્રામલોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. વધુમાં આ મામલે સમલી ગ્રામપંચાયતના ઉપ સરપંચ મનસુખભાઇ પટેલ દ્વારા ચરાડવા વીજ કચેરીએ ફરિયાદ કરી પાંચેય ગામોનો પ્રશ્ન તાકીદે હલ કરવા માંગ ઉઠાવી હતી.