મોરબી : મોરબી જિલ્લાના મેઘપર ગામના વતની અને હાલ ગાંધીનગર તાલીમ ભવનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અનિલભાઈ પરબતભાઈ મકવાણાને વર્ષ 2023માં પોતાની ફરજ દરમિયાન કરેલી ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ ગુજરાત પોલીસ દ્વારા DGP’s Commendation Disc Award એનાયત કરવામાં આવ્યો છે. ત્યારે આ એવોર્ડ મળવા બદલ તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ, મિત્રવર્તુળમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.