ત્રણ દિવસથી એકધારી તપાસ : કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઇવ, મોબાઈલ ફોન કબ્જે લેવાયામોરબી : DGGIના રીજીયોનલ યુનિટે અમદાવાદ અને ગાંધીધામના સ્ટાફને સાથે રાખી મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલા બેલ લેમીનેટના અન્ય બે યુનિટ સહિત ત્રણ યુનિટ પર શનિવારથી દરોડા પાડ્યા છે. કોમ્પ્યુટર, સાહિત્ય, પેનડ્રાઈવ અને મોબાઈલ જેવા ઈલેકટ્રોનિકસ ઉપકરણો વધુ પુથ્થકરણ કરવામા માટે કબ્જે લેવામાં આવ્યા છે તેને એફ. એસ.એલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામા આવી છે.સંદેશના અહેવાલ મુજબ અમદાવાદ ઝોનના DGGI પ્રિ.એડીજી રમેશચંદ્રના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ, અમદાવાદ અને ગાંધીમામના સ્ટાફ દ્વારા મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલ બેલ લેમીનેટસ, બેલ સેનેટરીવેર્સ અને બેલ બાથવેરના યુનિટો પર શનિવારથી દરોડાનો દોર શરૂ કરવામા આવ્યો છે.જેમાં બાથવેરમાં હજુંપણ ત્રીજા દિવસે તપાસની કાર્યવાહી ચાલી રહી છે. જોકે ત્રણ દિવસની એકધારી તપાસના અંતે હજુંસુધી ડયુટી ચોરીનો આંક ફાઈનલ થયો નથી.હાલ પ્રિ. એડીજી દ્વારા તમામ મુદે માર્ગદર્શન આપવામા આવી રહ્યું છે અને તેના આધારે સ્ટાફ દ્વારા કામગીરી કરવામા આવી રહી છે.સુત્રોના જણાવ્યા મુજબ જે ઈલેકટ્રોનિક ગેઝેટ કબ્જે કરવામા આવ્યા છે અને સાહિત્ય જે ચકાસાઈ રહ્યું છે તેનું પુથ્થકરણ કરવામા આવ્યા બાદ ડયુટી ચોરીનો આંક મળી શકશે તેમ જાણવા મળેલ છે. હાલ તો ત્રણેય યુનિટમાં રહેલા સ્ટોકની પણ ગણતરી કરી લેવામાં આવી છે અને વધુ સાહિત્ય રાજકોટ રીજીયોનલ યુનિટ પર લઈ આવવામા આવેલ છે અને તેની તપાસ આગામી દિવસોમાં શરૂ થનાર છે.