મોરબીમાં પાટીદાર સમાજનો રોષ જોતા કાર્યક્રમ રદ્દ કરાયોમોરબી : જાણીતા ગુજરાતી લોક સાહીત્યકાર દેવાયત ખવડ દ્વારા જાહેર મંચ ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કરાયેલ ટિપ્પણીને પગલે પાટીદાર સમાજમાં ભારે વિરોધ ઉઠતા આજે મોરબી રામકથામાં આયોજિત દેવાયત ખવડનો કાર્યક્રમ રદ્દ કરાયો છે.મોરબીમાં ઝૂલતાપૂલ દુર્ઘટનાના હુતાત્માઓના સ્મરણાર્થે આયોજિત રામકથામાં દરરોજ સાંજે અલગ અલગ કલાકારોના લોકડાયરા, ભજન સહિતના કાર્યક્રમોના આયોજન થાય છે ત્યારે આજે દેવાયત ખવડનો કાર્યક્રમ નિર્ધારિત કરાયો હતો. જો કે દેવાયત ખવડ દ્વારા તાજેતરના એક કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કરાયેલ ટિપ્પણીને લઈ પાટીદાર સમાજમાં રોષ હોય આજે તેઓનો મોરબી કાર્યકમ રદ્દ કરી નાખવામાં આવ્યો હતો. રામકથા આયોજનના આગેવાન અને ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાએ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આજે દેવાયત ખવડને બદલે ધીરુભાઈ સરવૈયાનો હાસ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.